અમદાવાદઃપાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે એનએસયુઆઈને જ હવે આરોપી તરીકે ગણતી હોય તેમ આક્ષેપ કર્યો છે કે, NSUIના કાર્યકરો ગાડીમાં લાકડીઓ લઈને આવ્યા હતા ABVPના કાર્યકરો કાર્યાલય તરફ જતા હતા ત્યારે બન્ને પક્ષે ઘર્ષણ થયું હતું આ દરમિયાન પાલડીના પીઆઈ બીએસ રબારી ત્યાં પહોંચી ગયા હતા અને બન્ને પક્ષને મારામારી કરતા છૂટ્ટા પાડ્યા હતા જ્યારે વીડિયો ફૂટેજની અંદર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં ABVPના કાર્યકરો NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને માથામાં પાઈપ મારે છે અને ત્યારે પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જોતી જોવા મળે છે આમ પોલીસ સ્પષ્ટ રીતે ABVPના કાર્યકરો અને નેતાઓનો બચાવ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે