વડોદરા;યુકેના પતંગ ચાહક બોબ સી 11મી વખત ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને જે નિમિત્તે આજે તેમણે વડોદરાના નવલખી મેદાન પર રીપ સ્ટોપ એટલે કે નાયલોનમાંથી બનાવેલા વિવિધ પ્રકારના પતંગો ઉડાડ્યા હતા તેઓ 38 વર્ષથી પતંગબાજી સાથે જોડાયેલા છે અને પતંગ ઉડાડવાની બાબતમાં એમનું પાગલપન જોઈને એમના પત્ની કહે છે કે, બોબને પતંગોનો શોખ નથી પણ નશો છે 2005થી પતંગોત્સવ નિમિત્તે તેઓ ગુજરાત આવે છે અને અત્યાર સુધી લગભગ 11 વાર અહીં આવી ચૂક્યા છે ગુજરાતનો અતિથિ સત્કાર એમને ગમી ગયો છે