હિન્દુ યુવા વાહીનીની ધમકી: ‘તમારી માનું દૂધ પીધું હોય તો ગુજરાતમાં તમારા પાખંડને ફેલાવી જુઓ’

2020-01-08 2,971

અમદાવાદઃશહેરના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય નજીક ગઈકાલે(7 જાન્યુઆરી) NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી જેમાં બન્ને પક્ષના અનેક કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા આ મામલે બન્ને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ ઘટનાક્રમ વચ્ચે હિન્દુ યુવા વાહીનીના પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર કુમાર પાઠકે ફેસબૂક પર એક વીડિયો પોસ્ટ કરી ડાબેરીઓ અને કોંગ્રેસને ખુલ્લી ધમકી આપી છે તેમણે કહ્યું કે, જો તમારી અંદર તાકાત હોય તો હું કોંગ્રેસ અને ડાબેરી વિચારધારાથી ગ્રસિત, આ દેશદ્રોહીઓ, ગદ્દારોને અને કલુષિત રક્તના પિપાસુઓને બતાવી દેવા માગું છું કે, આજ પછી જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો કોઈપણ રાષ્ટ્ર વિષયક નીતિ પર ગુજરાતમાં તમારા પાખંડને પુનઃફેલાવી જુઓ

Videos similaires