ગાંધીનગર: આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ધરણા કરીને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે સુરત ખાતે પરેશ ધાનાણી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે ગઈકાલે અમદાવાદમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પાલડી પહોંચે તે પહેલા જ ABVPના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો જેમાં ABVPના કાર્યકરો લાકડીઓ, પાઈપો લઈ NSUIના કાર્યકરો પર તૂટી પડતા ઘર્ષણ થયું હતું