અમદાવાદમાં ડમ્પરે ચાર વાહનોને અડફેટે લેતા 3ના મોત

2020-01-08 2,240

અમદાવાદ: ગઈકાલે મંગળવારે રાત્રે બેકાબૂ ડમ્પરે એક પછી એક 4 વાહનોને અડફેટે લીધા હતા તેમાં એકનું ઘટનાસ્થળે જ્યારે અન્ય બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા તેમાં એક મહિલા અને બે પુરૂષ સામે છે અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટોળાએ ડમ્પર ચાલકને પકડીને માર માર્યો હતો અનુપમ સિનેમા પાસે જીજે01સીવાય99 નંબરનું ડમ્પરે એક્ટિવા સહિતના ચાર વાહનોને અડફેટે લેતા 3ના મોત થયા હતા અકસ્માતને પગલે રોષે ભરાયેલા ટોળાએ ચારે તરફથી ડમ્પરને ઘેરી લીધું હતું અને ચાલકને નીચે ઉતારીને ઢોર માર માર્યો હતો ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી પોલીસે મધ્યસ્થી કરીને ચાલકને છોડાવ્યો હતો 10થી વધારે વાહનોનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી

Videos similaires