સુરતઃ પુણા-કુંભારીયા ખાતે આવેલી રઘુવીર સેલ્યુમ ટેક્સટાઈલ માર્કેટમાં અગમ્યકારણોસર આગ લાગી ગઈ હતી સાતમાં માળે પેસેજમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી બહાર પડેલો સાડીનો જથ્થો સળગી ગયો હતોજેથી આગના ધૂમાડા બીજા માળ સુધી પ્રસર્યા હતાં આગના પગલે ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો