નિર્ભયાના ગામમાં ખુશીની લહેર, પિતરાઈ બહેને કહ્યું- નરાધમોને ફાંસી થયા પછી ઉજવણી કરીશું

2020-01-08 1,243

નિર્ભયાના ચારેય ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર થયા બાદથી બલિયાના મેઢવરા કલાં ગામમાં ખુશીનો માહોલ છે મંગળવારે કોર્ટના નિર્ણય બાદ પિડિતના પરિવારજનો અને ગ્રામીણોએ મીઠાઈ વહેંચી હતી દિલ્હી કોર્ટે આરોપી અક્ષય, પવન, મુકેશ અને વિનયને 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે ફાંસી આપવાનો નિર્ણય કર્યો છે
નિર્ભયાના માતા-પિતા દિલ્હીમાં રહે છે પરંતુ પરિવારના અન્ય સભ્ય ગામમાં જ રહે છે નિર્ભયાના કાકા અને દાદાએ નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કરતા કોર્ટનો આભાર માન્યો હતો સાથે જ ગામની દીકરીઓએ કહ્યું ભલે મોડો તો મોડો પણ યોગ્ય નિર્ણય આવ્યો છે જો કોર્ટમાંથી આરોપીઓને રાહત મળી જતી તો લોકોનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો

Videos similaires