વિસનગર CAA સમર્થન રેલીમાં MLA ઋષિકેશ પટેલ અને પૂર્વ જિલ્લા પ્રમુખ જશુ પટેલ વચ્ચે ઘર્ષણ

2020-01-08 216

વિસનગર: વિસનગર ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ મંગળવારે નાગરિક સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં યોજાયેલી રેલીમાં પણ ડોકાયો હતો સાંકળચંદ યુનિવર્સિટીના ગેટ આગળ પ્રસ્થાન સમયે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ વચ્ચે ઘર્ષણ થતાં તેમના સમર્થકો સામસામે બોલાચાલી પર ઉતરી આવતાં ઘડભર માટે હોહા મચી ગઇ હતી આ સમયે હાજર સામાજિક કાર્યકર સોમાભાઇ મોદી સહિતે બંને પક્ષે સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો ધારાસભ્ય સહિત તેમના સમર્થકો કમાણા ચોકડીથી રેલીમાંથી નીકળી ગયા હતા બીજી તરફ આ ઘટનાને પગલે બંને પક્ષના સમર્થકો મોવડી મંડળ સમક્ષ પોતપોતાની વાત રજૂ કરી હતી