તહેરાનમાં યુક્રેનનું વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું, 180 મુસાફરો હતા

2020-01-08 8,091

ઈરાનના તેહરાન પાસે આવેલા ઈમામ ખોમેની એરપોર્ટ પર એક બોઈંગ 737 વિમાન ક્રેશ થઈ ગયું છે ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ પ્લેન યુક્રેનનું હતું ટેક્નીકલ ખામીના કારણે ટેક ઓફ થયા પછી તુરંત જ આ પ્લેન ક્રેશ થઈ ગયુ હતું તેમાં 180 મુસાફરો હતા હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે જોકે એવિયેશન વિભાગ તરફથી એક તપાસ ટીમ તુરંત ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે

Videos similaires