અમદાવાદઃનિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે આ ચારેય દોષિતોને 22 જાન્યુઆરીની સવારે 700 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે દેશભરમાં જ્યારે પણ બળાત્કાર કે સ્ત્રી અત્યાચારના બનાવ બને ત્યારે ઠેર ઠેર કેન્ડલ માર્ચ થાય છે, સોશિયલ મીડિયામાં લોકો ન્યાયની માંગ કરતા ફોટોઝ અને પોસ્ટ મુકે છે પરંતુ ખરેખર જાગૃતિ માટે કે કાયમી આ દૂષણને દૂર કરવા ભાગ્યે જ નક્કર કાર્ય કરવામાં આવે છે આ પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ રાજ્યના ત્રણ યુવાનો એવા પિયુષ રાવલ, પિયુષ મોંગા અને રણછોડ દેવાસી કામ અને અભ્યાસ છોડી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રેપ ફ્રી ઇન્ડિયાના મિશન સાથે સાયકલ લઇને નીકળી પડ્યા છે તેમની આ સાયકલ યાત્રાને નિર્ભયાની માતાએ ફ્લેગ ઓફ કરીને દિલ્હીથી રવાના કર્યા હતા તેઓએ ત્રણ વર્ષ સુધી ભારતના ખૂણે ખૂણે જઇ યુવાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને આ અંગે જાગૃત કરવાનો નિર્ધાર કર્યો છે આ યુવાનો તાજેતરમાં અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેઓ પોતાનો આગળના પ્રવાસે રવાના થયા છે