DCP ઝોન-7એ કહ્યું-ABVPના કાર્યાલય પર કોઈએ પથ્થરમારો કર્યો નથી, ABVP-NSUIએ કાર્યાલયે આવી હુમલો કર્યો

2020-01-07 952

અમદાવાદ:શહેરમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી છે પાલડીમાં ABVP કાર્યાલય પર વિરોધ કરવા આવેલા NSUIના કાર્યકરોને ABVPના કાર્યકરોએ ગુંડાઓની જેમ જાહેર રોડ પર પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો ABVPના કાર્યકરો ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં જ મારામારી કરતા હતા છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને ઉભી રહી હતી આ મામલે ABVPના પ્રવક્તા સમર્થ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે NSUIના કાર્યાલયે જઈ હુમલો નથી કર્યો NSUIએ ABVPના કાર્યાલયે આવી હુમલો કર્યો છે તો બીજી તરફ ડીસીપી ઝોન-7 કેએનડામોરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ABVPના કાર્યાલય પર કોઈએ પથ્થરમારો કર્યો નથી, ત્યાં સુધી આવ્યા નથી રસ્તામાં બન્ને વચ્ચે ઝઘડો થયો છે

Videos similaires