બાળકનો શિકાર કરતાં રોષે ભરાયેલા લોકોએ દીપડાને ભડાકે દીધો, અધમૂઆ જનાવરને ઘસેડ્યું

2020-01-07 162

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં સોમવારે બપોરે માનવભક્ષી દીપડાએ 11 વર્ષીય બાળક પર હુમલો કરીને તેનો શિકાર કર્યો હતો માનવભક્ષીના આતંકની જાણ ગામલોકોને થતાં જ ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટ્યાં હતાં હાથમાં હથિયારો લઈને ગામલોકો દીપડાને શોધવા માટે ખેતરો ખૂંદવા લાગ્યા હતા ખેતરમાં દીપડાની ભાળ મળતાં ટોળાએ તેને ઘેરી લીધો હતો ઘટનાની જાણ વનવિભાગને થતાં જ તેઓ પણ ત્યાં પહોંચીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરતા હતા ત્યાં જ દીપડો ગામલોકોની નજરે ચડ્યો હતો પાંચ કલાક બાદ ફરી દીપડાએ દેખા દેતાં જ ભીડમાંથી કોઈએ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો રોષે ભરાયેલા ગામલોકોએ વનવિભાગની પણ વાત ના માનીને તેને પકડીને ઘસેડ્યો હતો વનવિભાગના અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ દીપડાએ અત્યાર સુધીમાં 6 લોકોનો શિકાર કર્યો હતો જેના કારણે તેને જોઈને ટોળું હિંસક બન્યું હતું જિલ્લા અધિકારીએ પણ મૃતક બાળકના પરિવારને સરકારી સહાય આપવાની વાત જણાવી હતી