જંગલોમાં ભીષણ આગને લીધે 50 કરોડ વન્યજીવોના મોત! વડાપ્રધાનની બે અરબ ડોલરના પેકેજની જાહેરાત

2020-01-07 6,495

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ સતત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી આગને ઓલવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી આગ પર અંકૂશ મેળવી શકાયો નથી આશરે 4 મહિનાથી લાગેલી આગમાં ઓછામાં ઓછા 50 કરોડ પશુ-પક્ષીઓ સળગીને મૃત્યુ પામ્યા છે અથવા તો ગંભીર રીતે ઈજા પામ્યા છે આગની સૌથી વધારે અસર કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર થઈ છે એવું પણ માનવામાં આવે છે કે આ આગથી કોઆલાની વસ્તુ ઘટીને અડધો અડધ થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જંગલોમાં લાગેલી ભીષણ આગને લીધે મકાન અને આજીવિકા ગુમાવી ચુકેલા લોકોને રાહત પહોંચાડવા માટે આશરે બે અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે આ રકમ નેશનલ બુશફાયર રિકવરી એસન્સીના માધ્યમથી ખર્ચ કરવામાં આવશે આ એજન્સીની રચના સંઘિય પોલિસના ભૂતપુર્વ એર્ન્ડ્યુ કોલ્વિનની અધ્યક્ષતામાં કરાવમાં આવી છે તેઓ જંગલમાં લાગેલી આગની અસર ધરાવતા લોકોને મદદરૂપ બનશે

Videos similaires