કાસિમ સુલેમાનીની અંતિમવિધિમાં 10 લાખ લોકો ભેગા થયાં, ભાગદોડ થવાથી 35ના મોત, 48 ઘાયલ

2020-01-07 6,378

મંગળવારે ઈરાનના સુપ્રીમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધિમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા કાસિમને અમેરિકાએ એક ડ્રોન એટેકમાં મોતને ઘાટ ઉતાર્યો હતો આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા અચાનક ભાગદોડ થઇ હતી જેમાં 35 લોકોનું મોત થયું હતું જ્યારે 48 ઘાયલ થયા હતાં આ માહિતી સ્થાનિક ટીવી રિપોર્ટમાં જાહેર થઇ હતી

અમુક વાયરલ થયેલા વીડિયોમાં લોકોના મૃતદેહ રસ્તા પર પડેલા જોવા મળે છે જેને અન્ય લોકો મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે ઈરાનની ઇમરજન્સી મેડિકલ સર્વિસના હેડ પીરોસેન કુઇવેંદે ખાતરી કરી હતી કે અંતિમવિધિમાં નાસભાગ મચી હતી તેમણે કહ્યું કે દૂર્ભાગ્યપૂર્ણ રીતે નાસભાગ મચી જતા અમુક આપણા દેશબંધુઓ ઘાયલ થયા છે જ્યારે અમુકનું મૃત્યુ થયું છે ઈરાનની રાજધાની તેહરાનમાં દસ લાખથી વધુ લોકો અંતિમવિધિમાં જોડાયા હતાં લોકોએ અહીં અમેરિકા અને ઈઝરાયેલના ફ્લેગ સળગાવ્યા હતા અને સુલેમાનીની યાદમાં રહી રહ્યા હતાં

Videos similaires