નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની ફાંસી વિશે મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો છે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી શરૂ થઈ હતી સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરી હતી પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને 3 દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર રહ્યા હતા