મધ્ય પ્રદેશના ઉજ્જૈનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કેટલાક લેભાગુ તત્વો નોટો કમાવવા માટે લોકોની લાગણી સાથે રમત રમી રહ્યા છે પગે ફ્રેક્ચર હોવાનો ડોળ અને વ્હીલ ચેરમાં લાચારી સાથેની સવારી સાથે બંને જણા આવતા જતા લોકો સામે તેમની અવદશા દર્શાવીને લોકોને ઈમોશનલ રીતે બ્લેકમેલ કરતા હતા કેટલાક લોકોને તેમની હાલત પર દયા આવી જાય તો તેમને દાન પણ આપી દેતા હતા આખો ખેલ જોઈ રહેલા એક પોલીસકર્મીને શંકા જતાં જ તેમની પૂછતાછ આદરી હતી જેમાં જે સત્ય બહાર આવ્યું તે જોઈને લોકોનો માણસાઈ પરથી જ ભરોસો ઉઠી જાય
શહેરના રામઘાટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ મોહનસિંહ પરમારે આખા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો શરૂઆતમાં તો બંને જણાએ ફ્રેક્ચરના કારણે પાટો બાંધ્યો હોવાનું જ રટણ કર્યું હતું જો કે, પોલીસકર્મીએ કડકાઈ સાથે પાટો ખોલાવ્યો તો તેનો પણ સંપૂર્ણ રીતે સાજો જ હતો આ જોઈને તેને બંને પગ પર ઊભો રાખ્યો હતો કોન્સ્ટેબલને હજુ પણ સંતોષ ના થતાં વધુ સાબિતી માટે તેને દોડાવ્યો પણ હતો પોલ ખૂલ્યા બાદ ભાગેલા બંનેને પોલીસે બીજી વાર પકડાશે તો કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપીને જતા કર્યા હતા