પુલ પર ગાબડું પડતા ટ્રક ફસાયો, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન

2020-01-06 124

ગીર-ગઢડાઃ ગીર-ગઢડા તાલુકાના જંગલ વિસ્તારના કોદીયા ગામથી જંગવડ અને ઘોડાવાડી તેમજ અન્યને વિસ્તારને જોડતા મછુંદ્રી નદીના પુલ પર ગાબડું પડ્યું છે આ ગાબડામાં ટ્રક ફસાયો છે દેશી ખાતર ભરીને ટ્રક જતો હતો ત્યારે ટ્રક ફસાયો હતો મહત્વનું છે કે, ઘણા સમયથી સ્થાનિકોએ આ પુલ નવો બનાવવા માગ કરી છે પણ તંત્ર આંખ આડા કાન કરે છે નોંધનીય છે કે, આ વિસ્તાર જંગલમાં આવેલો છે જેથી માલધારીઓ દૂધ વેચવા કે ઘર વપરાશની ચીજ વસ્તુઓ લેવા જવા આ પુલનો ઉપયોગ કરે છે, પરંતુ પુલની હાલત સારી ન હોવાને કારણે તેમને તકલીફનો સામનો કરવો પડે છે આ સિવાય વનવિભાગના કર્મચારીઓને પણ આ પુલને કારણે હાલાકી પડે છે

Free Traffic Exchange

Videos similaires