જેની લોહી નિંગળતી તસવીરે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી એ JNUSUની પ્રેસિડેન્ટ આઈશી ઘોષ કોણ છે?

2020-01-06 664

JNUમાં રવિવારે રાત્રે થયેલી હિંસામાં JNU સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષ પણ ઘાયલ થઈ હતી લોહીલુહાણ હાલતમાં આઈશીનો વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે ત્યારે આવો અમે તમને જણાવીએ કે કોણ છે આઈશી ઘોષ? અને કેવો છે તેનો વિદ્યાર્થી રાજકારણનો રેકોર્ડ?



કોણ છે આઈશી ઘોષ?

આઈશી ઘોષ ઝારખંડના ધનબાદની વતની છે 2017માં આઈશીએ JNUમાં Mphil માટે એડમિશન લીધું હતુ ત્યારબાદ વિદ્યાર્થી સંઘની પ્રવૃત્તિઓમાં તેને ધીમે ધીમે રસ પડવા લાગ્યો હતો



હવે જાણીએ કે આઈશી કેવી રીતે સ્ટુડન્ટ પોલિટિક્સમાં જોડાઈ?



2019ની ચૂંટણીમાં સંયુક્ત વામપંથી મોર્ચાએ આઈશીને ઉમેદવાર તરીકે ઉતારી હતી મનની મક્કમ અને ખાસ તો લડાયક નેતૃત્વ ધરાવતી હોવાને કારણે આઈશીએ ઈલેક્શનમાં સૌથી વધારે 2313 વોટ અને 4 બેઠકો પર કબ્જો કર્યો હતો આમ, આઈશી વર્ષ 2019માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ

આઈશી ઘોષ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા સંગઠન સાથે પણ જોડાયેલી છે 13 વર્ષ બાદ આ સંગઠનમાંથી JNU કેમ્પસમાં કોઈ અધ્યક્ષ ચૂંટાયું છેઆમ, આઈશીએ સ્ટુડન્ટ પોલિટિક્સમાં એક સક્રિય નેતા તરીકેની પોતાની આગવી છાપ ઊભી કરી છે



હવે જાણીએ કે આઈશીએ JNU સ્ટુડન્ટ્સ માટે શું કર્યું?

ચૂંટણી જીત્યા પછી આઈશીએ યુનિવર્સિટીના ઘણા મુદ્દાઓ પર શાંતિપૂર્ણ સંઘર્ષ કર્યો આયુશી ઘોષ યુનિવર્સિટીના તંત્ર તરફથી વિદ્યાર્થીઓના હિત અંગે લેવાયેલા કોઈ પણ નિર્ણયમાં કોઈ ખામી હોય તો તે તરત વિરોધ કરે છે

જેમકે,

1 વર્ષ 2019માં MBAની ફી 12 લાખ રૂપિયા સુધી વધી ગઈ હતી જે અંગે આઈશીએ ભૂખ હડતાળ કરી હતી જોકે તેની તબિયત લથડતા તબીબી સલાહથી આ હડતાળ સમેટી લેવાઈ હતી



2 આઈશીએ નવા વિદ્યાર્થીસંઘ અધ્યક્ષ તરીકે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને રીડિંગ રૂમનો મુદ્દો ઉઠાવ્યો હતો આઈશીએ કહ્યું કે, JNUની પોતાની સંસ્કૃતિ છે, આજે JNUમાં મારા જેવા નાના શહેરમાંથી આવેલી એક છોકરી પ્રેસીડેન્ટ બની શકી છે એ જ આ કેમ્પસની વિશેષતા દર્શાવે છે



3 જ્યારે JNU પ્રશાસને ઈન્ટર હોસ્ટેલ મેન્યુઅલમાં હોસ્ટેલની ફી વધારીને ડ્રેસ કોડ જેવા નિયમો બનાવ્યા તો આઈશીએ તેનો પુરજોશમાં વિરોધ કર્યો હતોજે બાદ JNU કેમ્પસમાં ફી વધારા અને નવા હોસ્ટેલ મેન્યુએલ અંગે આંદોલન કરાયું હતું



4 આઈશીએ ફી વધારાના મુદ્દે 11 નવેમ્બર,2019ના દિવસે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહના દિવસે દેખાવો કર્યા હતા જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યારબાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીમાં ફી વધારા અંગેની કમિટિ બનાવી હતી



JNUમાં થયેલા હુમલા અંગે આઈશી ઘોષે સોમવારે કહ્યું કે , મેં યુનિવર્સિટીમાં હિંસા થયાના થોડા સમય પહેલા પોલીસને જણાવ્યું હતું કે, થોડા અજાણ્યા લોકો કેમ્પસમાં આવી રહ્યા છે, પણ પોલીસે એ વાતને ગંભીરતાથી લીધી ન હતી

Videos similaires