સુલેમાનીના જનાજામાં ઉમટ્યું લાખોની સંખ્યામાં માનવ મહેરામણ, અમેરિકા સામે નારાબાજી થઈ

2020-01-06 55

ઈરાનની રાજધાની તેહરાનમાં જનરલ કાસિમ સુલેમાનીના જનાજામાં ભારે સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ડ્રોન કેમેરામાં રેકોર્ડ કરાયેલા જનાજાના આ દૃશ્યોમાં જોઈશકાય છે કે પ્રચંડ જનમેદનીના કારણે રોડ પર કાળા રંગ સિવાય કંઈ પણ દેખાતું નથી સુલેમાનીને અંતિમ વિદાય આપવા આવેલા લાખો લોકોમાં અનેક નેતા અને અધિકારીઓપણ હતા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઈની આગેવાનીમાં સોમવારે જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ હસન રુહાની, મુખ્યન્યાયાધીશ અને સંસદના સ્પીકર અલી લારીજાની સહિત અનેક સૈન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પહેલાં કાસિમ સુલેમાની સહિત દરેક મૃતકોની ડેડબોડીને ઈરાનના ખોજીસ્તાન પ્રાંતના એરપોર્ટ પર લાવવામાં આવી હતી, જ્યાં પણ આટલા જ પ્રમાણમાં લોકો ઉમટીપડ્યા હતા અંતિમ સંસ્કાર સમયે ઉમટેલી ભીડે પણ ઈરાનના ઝંડાઓ ફરકાવીને અમેરિકા અને ઈઝરાયલની સામે આક્રોશ વ્યક્ત કરીને નારાઓ પણ લગાવ્યા હતા મળતીવિગતો પ્રમાણે સુલેમાનીને તેમના વતમ કરમાનમાં સુખુર્દ-એ-ખાક કરાશે
જનરલ સુલેમાની અને ઈરાન સમર્થિત કેટલાક નેતાઓ સાથે જ્યારે કારમાં બગદાર એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અમેરિકન ડ્રોને હુમલો કરીને તેમને મારી નાખ્યા હતા

Free Traffic Exchange

Videos similaires