વડોદરાઃજંબુસર તાલુકાના સારોદ ગામ પાસે સ્ટર્લિંગ સેઝમાં આવેલી પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના એમપીપી-5ના પ્લાન્ટમાં સવારે પ્રચંડ ધડાકો થયો હતો આ બનાવમાં બે કામદારોના મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય 15 કામદારોને ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા