ન્યૂઝીલેન્ડના લિયો કાર્ટરે એક ઓવરમાં 6 સિક્સ મારી, આવું કરનાર વર્લ્ડનો સાતમો બેટ્સમેન બન્યો

2020-01-06 35

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન લિયો કાર્ટરે રવિવારે એક ઓવરમાં 6 સિક્સ મારી હતી આવું કરનાર તે વર્લ્ડનો સાતમો બેટ્સમેન બન્યો હતો તેણે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક T-20 ટૂર્નામેન્ટમાં કેન્ટરબરી ટીમના કાર્ટરે નોર્દર્ન નાઈટ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી કાર્ટરે સ્પિનર એન્ટન ડેવસિચની બોલિંગમાં મેચની 16મી ઓવરમાં 6 સિક્સ મારી હતી

કાર્ટર સિવાય વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ, ઇંગ્લેન્ડના રોસ વિટિલી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઈ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે યુવરાજે 2007ના T-20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં 6 સિક્સ મારી હતી

Videos similaires