રાજકીય નેતાઓથી લઈને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપી 

2020-01-06 4,160

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓના અવાજથી ડરેલી છે અને આજની ઘટના તેનો પુરાવો છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક પાસેથી સ્થિતિની માહિતી લીધી છે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી હોય તે પગલાં લેવા કહ્યું છે

જેએનયુમાં રવિવારે સ્ટુડન્ટ યુનિયન અને એબીવીપીના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી એબીવીપીના સભ્યો દ્વારા કરવામાં આવેલા મારઝૂડમાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષ સહિત ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે આ ઘટના પછી રાજકીય નેતાઓથી લઈને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પ્રતિક્રિયા આપી છે

Videos similaires