બગદાદમાં સતત બીજા દિવસે અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ હુમલો 

2020-01-06 5,768

ઈરાકની રાજધાની બગદાદમાં રવિવારે અમેરિકન દૂતાવાસ પાસે બે રોકેટ છોડવામાં આવ્યા હતા પ્રત્યક્ષદર્શીઓ દ્વારા ન્યૂઝ એજન્સીને આ માહિતી મળી છે શનિવારે પણ ઈરાન સમર્થિત જૂથોએ અમેરિકન દૂતાવાસ અને એરબેઝ પર રોકેટથી હુમલાઓ કર્યા હતા ત્યારબાગ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો તે અમેરિકા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરશે તો અમે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરીશું

છેલ્લા બે મહિનામાં 14મી વખત અમેરિકન ઠેકાણાઓ પર નિશાન સાધવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીજું પણ રોકેટ છોડવામાં આવ્યું હતુ, પણ તે ગ્રીન ઝોનની બહાર એક ઘર પર પડ્યું હતું, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા ગ્રીન ઝોનમાં જ અમેરિકન દૂતાવાસ છે

Videos similaires