રાહુલ અને પ્રિયંકાએ CAA વિશે લોકોને ગુમરાહ કરીને તોફાન કરાવ્યા- અમિત શાહ

2020-01-05 3,240

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર જનતાને ગુમરાહ કરીને તોફાન કરાવવાનો આરોપ લગાવ્યો શાહે એ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે 5 વર્ષ દિલ્હીના લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે નનકાના સાહિબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા

અમિત શાહે કહ્યું- હજુ હમણા જ પ્રધાનમંત્રી CAA લઇને આવ્યા કેબિનેટે તેને મંજૂરી આપી અને લોકસભાએ પસાર કરી દીધું ત્યારબાદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ લોકોને ગુમરાહ કરીને તોફાન કરાવવાનું કામ કર્યું હું દિલ્હીની જનતાને પૂછવા માગુ છું- શું તમે એવી સરકાર ઇચ્છો છો જે દિલ્હીમાં હુલ્લડ કરાવે

Videos similaires