‘રીંછ એકલું હોટલમાં ઘૂસ્યું, મોંઢામાં ઉપાડી દૂધની થેલી’ હોટલના CCTVમાં દ્રશ્યો કેદ થયા

2020-01-05 3,533

પાલનપુર-અમીરગઢ: માઉન્ટ આબુના શહેરી રહેણાંક વિસ્તારમાં વન્યપ્રાણીઓની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગુરુવારે રાત્રીના સમયે જ્ઞાન સરોવર માર્ગ પર આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડમાં દીપડો જોવા મળ્યો હતો ઉપરાંત 2 દિવસ અગાઉ રાતના ત્રણ વાગે ભોજનની શોધમાં એક રીંછ માઉન્ટની આરાધના હોટલના કિચનમાં પહોંચ્યું હતું હોટલમાં કામદાર ત્યાં પલંગ પર સૂઇ ગયો હતો પરંતુ રીંછે કોઇને નુકસાન કર્યું ન હતું બાદમાં તે હોટલના રસોડામાં જઈ બોક્સ ખોલી દૂધની થેલી લઈ જતા જોવા મળ્યો હતો અહીં હોટલોમાંથી બહાર ફેંકાતો ખોરાક વન્ય જીવોને આકર્ષિત કરી રહ્યો છે અહીં પ્રાણીઓની જીવનશૈલીમાં પરિવર્તન આવતા વન વિભાગે ચિંતા વ્યક્ત કરી છે

Videos similaires