હિમાચલ પ્રદેશના કુલ્લૂના બરફવર્ષાથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન વિકટ બની રહ્યું છે શુક્રવારે લાહૌલના શિકામાં એક મહિલાની તબિયત કથળતાં ઘરવાળાઓએ 108માં કોલ કરીને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી જો કે, ચારેબાજુ બરફ હોવાથી ઍમ્બ્યુલન્સને પણ ગામથી સાત કિમી દૂર ઊભી રાખવી પડી હતીઆવા સંજોગોમાં ગામલોકોએ મહિલાને સ્ટ્રેચરમાંસૂવડાવીને 4 ફૂટ બરફના થરમાં સાત કિમી સુધી રસ્તો કાપ્યો હતો આ અંતર કાપવામાં પણ 6 કલાક જેટલો સમય લાગ્યો હતો ઍમ્બ્યુલન્સમાં હાજર કર્મચારીઓએ મહિલાનેપ્રાથમિક સારવાર આપીને તેને કેલાંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી