વલસાડઃવલસાડના દાણા બજાર વિસ્તારમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે ગટરનું કામ ચાલતું હતું તે દરમિયાન જ પાણીની પાઈપલાઇન તૂટી ગઈ છે પાણીની પાઈપમાં ભંગાણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં પાણી-પાણી થઈ ગયું છે જેમાં દાણા બજાર વિસ્તારમાં નદી વહી રહી હોય તેવાં દ્દૃશ્યો સર્જાયા છે જ્યારે આ મામલે પાલિકામાં ફરિયાદ કરી હતી તે છતાં આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી તંત્રના આંખ આડા કાન કરવાને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે જ્યારે સ્થાનિકોએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી તો પાલિકાએ સોમવારે કામ થશે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો