વલસાડઃપબજી ગેમ દ્વારા વલસાડના યુવકના સંપર્કમાં આવેલી ભોપાલની 23 વર્ષીય ગર્ભવતી મહિલા ઉપર વલસાડના 3 યુવાનોએ ગુજારેલા સામુહિક દુષ્કર્મના ચકચારીત પ્રકરણમાં મુંબઈ પોલીસે તપાસ માટે શનિવારે વલસાડમાં ધામો નાખ્યો હતો તપાસ માટે આવેલી મુંબઈ પોલીસે ભોગ બનનાર મહિલા અને તેના પતિને પણ સાથે લાવી હતી દરમિયાન સ્થાનિક પોલીસને સાથે રાખીને વલસાડ પારનેરા ખાતે આવેલા મુખ્ય આરોપીના ઘરે પહોંચી હતી જોકે આરોપી શુભમ ઘરે ન મળતા પરિવારના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી હતી દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું હતું