રાજકોટમાં સામાન્ય વાતે પોલીસમેન પર સરાજાહેર ચાર શખ્સોએ હુમલો કર્યો

2020-01-05 1

રાજકોટ: શહેરમાં વધુ એક વખત પોલીસ પર સરાજાહેર હુમલો થયો હતો બીડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ મિતેષભાઇ ગિરીશભાઇ આડેસરા બે દિવસ પૂર્વે રાત્રીના સંતકબીર રોડ પર શક્તિ ટી સ્ટોલ નજીકથી પસાર થતાં હતા ત્યારે નેહરુનગરનો અખ્તર સોકત કચરા, માલિયાસણનો અમીર સિકંદર જુણેજા, પારેવડી ચોક નજીક રહેતો જય જયેશ ધીણોજા અને લાખેશ્વર સોસાયટીનો સોહીલ કાર પાસે ઊભા હતા ચારેય ઇસમ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાનું લાગતાં પોલીસમેન મિતેષભાઇએ ચારેયને ટપારતાં ચારેય ઇસમ ઉશ્કેરાયા હતા અને પોલીસમેનને ગાળો ભાંડવા લાગ્યા હતા પોલીસમેને ગાળો બોલવાની ના કહેતા ચારેયે સરાજાહેર પોલીસ કોન્સ્ટેબલ મિતેષભાઇ પર હુમલો કર્યો હતો

Videos similaires