ઈરાકમાં અમેરિકાના દૂતાવાસ-સૈન્ય બેઝ પર રોકેટોથી હુમલો,મસ્જીદ પર લાલ ધ્વજ ફરકાવાયો

2020-01-05 2,681

અમેરિકી હુમલામાં ઇરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત પછી બીજા દિવસે શનિવારે ઇરાકમાં અમેરિકી ઠેકાણા પર હુમલા થયા ઇરાકના અલ બાલાદ એરબેઝ પર બે રોકેટ ઝીંકાયા અહીં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો રોકાયેલા છે જ્યારે બગદાદમાં અમેરિકી દૂતાવાસવાળા ગ્રીન ઝોનમાં પણ બે મોર્ટાર પડ્યા હતા હુમલા પછી અમેરિકાએ પોતાના તમામ શહેરોમાં એલર્ટ જારી કરી દીધું છે મોસુલમાં રાષ્ટ્રપતિ ભવન પરિસરની પાસે પણ મોર્ટાર ફેંકાયા ઇરાકી સેનાનો દાવો છે કે એક મોર્ટાક ગ્રીન ઝોનની અંદર પડ્યું જ્યારે બીજું ઝોનની પાસે પડ્યું જદરિયામાં પડેલા મોર્ટારથી પાંચ લોકો ઘાયલ થયા છે કેટલીક કારોને પણ નુકસાન પહોંચ્યું છે દરમિયાન ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે કહ્યું કે પશ્ચિમ એશિયામાં અમેરિકાના હાજરીના અંતની શરૂઆત થઇ ગઇ છે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે સુલેમાનીએ નવી દિલ્હી અને લંડનમાં પણ આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું આ ખુલાસાથી ભારતની ચિંતા વધી ગઇ છે

Videos similaires