રાજકોટઃરાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભામાં મળી હતી જોકે સામાન્ય સભામાંથી ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું વોકઆઉટ કરવા પાછળનું કારણ બતાવ્યું કે, અધિકારિઓ યોગ્ય જવાબ આપતા નથી જોકે આજની સામાન્ય સભામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો કોંગ્રેસે આપેલી વ્હીપ અનુસાર અત્યારે 2 સમિતિ કબજે કરી હતી કોંગ્રેસે મહત્વની સહકાર સિંચાઇ અને મહિલા બાળ કલ્યાણ સમિતિ કબજે કરી હતી અલગ-અલગ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપના ટેકાવાળા 16 સભ્યો સભા છોડીને જતા રહ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવાનું ભાજપનું સપનું નાકામ રહ્યું છે