ઈન્ડોનેશિયામાં સુમાત્રા આઈલેન્ડ પર દુનિયાનું સૌથી મોટું ખીલેલું ફૂલ મળ્યું છે વન્ય જીવના અધિકારી પ્રમાણે, તેનું નામ રેફલિસિયા છે આ ફૂલ 4 વર્ગ ફુટમાં ફેલાયેલું છે અત્યાર સુધી રેકોર્ડ થયેલા રેફલિસિયા ફૂલોમાં આ સૌથી મોટું ફૂલ છે આની પહેલાં 2017માં 3 ફુટ પહોળું અને 12 કિલો વજનનું ફૂલ દેખાયું હતું
આ પ્રકારના ફૂલ કેસરી, આસમાની અને સફેદ રંગનું હોય છે નર અને માદા ફૂલની રચના એક જેવી જ હોય છે તે એક પરોપજીવી છોડ છે તેમાંથી દુર્ગંધ પણ આવે છે આ ફૂલની ગંધને કારણે કીટકો આકર્ષાય છે તે જેવા ફૂલના સંપર્કમાં આવે છે તેવા પડીને મરી જાય છે
રેફલિસિયાના છોડમાં કોઈ પાન હોતા નથી તે પોતાનું પોષણ બીજા છોડમાંથી કરે છે અમુક મહિલામાં ફૂલ ખીલે છે મોટાભાગે ઓક્ટોબર મહિનામાં ફૂલ ખીલવાની શરૂઆત થાય છે, જે માર્ચ મહિના સુધી રહે છે વૈજ્ઞાનિકો પ્રમાણે તેનું આયુષ્ય 65 દિવસનું હોય છે ફૂલ નષ્ટ થાય તે પહેલાં અઠવાડિયાંથી દુર્ગંધ આવવાનું શરુ થઈ જાય છે અને અંતમાં કાળું પડીને નષ્ટ થઈ જાય છે