માત્ર બે કલાકમાં જ પ્રદૂષિત હવાને સાફ કરશે આ ‘સ્મૉગ ટાવર ’

2020-01-04 43

રાજધાની દિલ્હીના લાજપત નગરમાં સૌ પ્રથમ ‘સ્મૉગ ટાવર ’ લગાવી દેવાયું છેઆ ‘સ્મૉગ ટાવર ’ દિલ્હીની પ્રદૂષિત હવાને સાફ કરશે 750 મીટરના વિસ્તારમાં એટલે કે અડધા કિલોમીટરમાં તે હવાને શુદ્ધ કરશે આ ટાવર દ્વારા રોજ 6 લાખ ક્યૂબિક મીટર હવા ચોખ્ખી થશે તેવી આશા પણ સેવાઈ રહી છેતેની જાળવણીમાં દર મહિને 30 હજારનો ખર્ચ આવશે જે લાજપત નગર ટ્રેડ એસોસિયેશન ભોગવશે20 ફૂટ ઊંચા આ સ્મૉગ ટાવરનું નામ શુદ્ધ અપાયું છેલાજપત નગર ટ્રેડ એસોસિયેશને આ ટાવર લગાવડાવ્યું છે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનની મદદ પણ લેવામાં આવી છેમાત્ર બે કલાકમાં જ હવાને પ્રદૂષણમુક્ત કરીને એક્યૂઆઈને પણ 50 કરતાં ઉપર નહીં જવા દેતમને જણાવી દઈએ કે દિલ્હીને સંપૂર્ણ રીતે પ્રદૂષણમૂક્ત કરવા માટે આવા 50 સ્મૉગ ટાવરની જરૂર છે