નવાબ મલિકે કહ્યું- કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં સાવરકર પર ટિપ્પણી યોગ્ય નહીં

2020-01-04 1,616

કોંગ્રેસ સેવાદળની રાષ્ટ્રીય શિબિરમાં વહેંચવામાં આવેલી બુકલેટમાં સાવરકર વિશે વિવાદાસ્પદ માહિતી છાપતા વધુ વિવાદ ઉભો થયો છે ભાજપ પછી હવે શિવસેનાએ પણ આ બુકલેટનો વિરોધ કર્યો છે આ ઉપરાંત મહારાષ્ટ્રના એનસીપી નેતા નવાબ મલિકે શનિવારે કહ્યું છે કે, વિવાદાસ્પદ લેખ લખવો ખોટી વાત છે વૈચારિક મતભેદ ઠીક છે પરંતુ વ્યક્તિગત ટીપ્પણી યોગ્ય નથી ખાસ કરીને એ વ્યક્તિ વિશે જે જીવીત નથી તેમણે કોંગ્રેસ સેવાદળને બુકલેટ પરત લેવાની માંગણી કરી છે

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે, વીર સાવરકર મહાન હતા અને રહેશે તેમના વિશે ગમે તેવી વાતો કરવી તે મગજમાં ભરેલી ગંદકી દર્શાવે છે આવા લોકોના મગજની તપાસ થવી જોઈએ મહારાષ્ટ્ર હોય કે દેશનો અન્ય કોઈ ભાગ, દરેક લોકો સાવરકર પર ગર્વ કરે છે સાવરકર વિશે જે પુસ્તક છપાયુ છે તે મધ્યપ્રદેશની ગંદકી છે, અમે તેને મહારાષ્ટ્રમાં નહીં આવવા દઈએ

Videos similaires