સુરતઃ અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ખેતમજૂરી કરતાં પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બાળકને સૌ પ્રથમ સારવાર માટે કોસંબા અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ સિવિલમાં તબીબો દ્વારા ગંભીર હાલતમાં લવાયેલા બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરના ભરણ ગામે ખેતર વિસ્તારમાં પિન્ટુભાઈ વળવી તેની પત્ની સાથે શરેડી કાપવાનું કામ કરી રહ્યાં હતા એ દરમિયાન તેનું પાંચ વર્ષનું બાળક કિશન ખેતરમાં રમી રહ્યું હતું ખેતરમાં રમતા બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો જેથી ચહેરા અને ગળાના ભાગે કિશનને ઈજાઓ પહોંચી હતી લોહીલુહાણ કિશનને લઈને પરિવાર સૌપ્રથમ કોસંબાની આરફ હોસ્પિટલ ગયું હતુંગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશનને કોસંબાથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ સિવિલ હોસ્પિટલમાં કિશનની તબીબોએ સારવાર શરૂ કરી છે