અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીને મારવાના નિર્ણયનો પક્ષ લીધો છે ટ્રમ્પે કહ્યું છે કે, કાસિમ સુલેમાનીના આતંકી કાવતરા દિલ્હીથી લઈને લંડન સુધી ફેલાયેલા છે જો અમેરિકન્સને ક્યાંય પણ ડરાવવામાં આવશે તો અમે ટાર્ગેટ લિસ્ટ પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું છે અમે જરૂર પ્રમાણે દરેક પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છીએ ફેબ્રુઆરી 2012માં ઈઝરાયલ ડિપ્લોમેટની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો
ટ્રમ્પે દિલ્હીમાં જનરલ સુલેમાનીના આતંકી કાવતરાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેમને આ વિશે વધારે માહિતી નહતી દિલ્હીમાં ફેબ્રુઆરી 2012માં ઈઝરાયલ ડિપ્લોમેટની પત્ની ટાલ યોહોશુઆ કોરેન જ્યારે તેમના બાળકોને સ્કૂલ મુકીને પરત આવી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની કારમાં એક બોમ્બ ફિટ કરી દીધો હતો બ્લાસ્ટમાં ડિપ્લોમેટની પત્ની, ડ્રાઈવર અને અન્ય બે મુસાફરો ઘાયલ થયા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું આ ઘટનામાં એક ઈરાની યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી જોકે ત્યારપછી તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો માનવામાં આવે છે કે, ટ્રમ્પ આ જ ભારતની ઘટનાને જનરલ કાસિમ સાથે જોડી રહ્યા છે