કેન્દ્રીય પ્રધાન ડોજીતેન્દ્ર સિંહે શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું ધ્યાન હવે રોહિંગ્યા શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવા પર છે તેઓ દેશમાં લાગુ થયેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત માન્યતા ધરાવતા નથી જીતેન્દ્ર સિંહે જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાની વધી રહેલી વસ્તી અંગે ચિંતા દર્શાવી હતી જે દિવસે સંસદમાં CAA પસાર થયો તે દિવસથી જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આ કાયદો લાગુ થઈ ગયો છે
સિંહે કહ્યું છે કે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજયમાંથી અહીં કેટલા રોહિંગ્યા આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે