મધ્ય પ્રદેશના ઢાનામાં શુક્રવાર રાત્રે 9 વાગ્યા આસપાસ ચિમેસ એવિયેશનનું એક ટ્રેઇની વિમાન રન વે નજીક ખેતરમાં ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં પાયલટ અશોક મકવાણા (ઉંમર 58 વર્ષ) અને ટ્રેઇની પીયૂષ ચંદેલ (ઉંમર 30 વર્ષ) નું મોત થયું હતું બંને મુંબઇના રહેવાસી હતાં પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે ગાઢ ધુમ્મસના કારણે પાયલટને રને દેખાયો નહીં જેથી વિમાન લગભગ 80થી 100 મીટર દૂર ખેતરમાં ક્રેશ થયું હતું ઘટના બાદ દિલ્હીથી ચીફ ઓપરેટિંગ ઓફિસર વાયએન શર્મા સાગર પહોંચવા માટે રવાના થયા હતાં