નનકાના સાહિબ ગુરુદ્વાર પર ટોળાઓએ પથ્થર મારો કર્યો, તોડવાની ધમકી આપી

2020-01-04 6,547

લાહોરમાં શુક્રવારે ટોળાઓએ ગુરુદ્વારા નનકાના સાહિબને ઘેરીને પથ્થરમારો કર્યો હતો પાકિસ્તાનમાંથી મળી રહેલા રિપોર્ટ્સ મુજબ કેટલાક શીખ શ્રદ્ધાળુઓ અંદર ફસાયેલા છે લગભગ 7 વાગે ગુરુદ્વારાને ટોળાઓએ ઘેરી લીધુ હતું અને તેને તોડવાની ધમકી આપી હતી ગુરુદ્વારા નનકાના સાહિબ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લાહોરની નજીક આવેલું છે આ જગ્યાએ 1469માં શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવનો જન્મ થયો હતો આ જગ્યા પહેલા રાય ભોઈની તલવંડી તરીકે ઓળખાતી હતી પરંતુ ગુરુ નાનકના સન્માનમાં આ જગ્યાનું નામ બદલવામાં આવ્યું છે ગુરુવારે અહીં શીખ શ્રદ્ધાળુઓએ ગુરુ ગોવિંદ સિંહની જયંતી ઉજવી હતી

Videos similaires