રાજકોટ:રાજકોટ જિલ્લા જેલમાંથી અગાઉ અનેક વખત મોબાઇલ ફોન, તમાકુ, બીડી સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી ગત 12મી ડિસેમ્બરે પણ કોઇ શખ્સે મોબાઇલ ફોન, ચાર્જર, કેબલ, તમાકુની પડીકીઓ સાથેના દડાનો ઘા કર્યો હતો આ પ્રતિબંધીત ચીજવસ્તુઓ ફેંકી જનારા અજાણ્યા શખ્સ સામે જેલ સત્તાધીશો તરફથી પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી એ શખ્સ ઝડપાય ત્યાં ગઇકાલે વધુ એક વખત એક શખ્સે પ્લાસ્ટીકની કોથળીમાં મોબાઇલ ફોન, તમાકુ, પાન મસાલા, ચુનાની ટોટી, સિગારેટના પાકીટ સહિતની ચીજવસ્તુઓ મુકી દડો બનાવી જેલમાં ફેંકતા હિતેષ ઉર્ફે બંટી સવજીભાઇ બાબરીયા નામના શખ્સ પર ફરજ પરના કોન્સ્ટેબલનું ધ્યાન પડી જતાં તેને રંગેહાથ પકડી લઇ પોલીસને સોંપતા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે