રાજકોટ:સંત કબીર રોડ પર રામાપીર મંદિર પાસે ભગીરથ સોસાયટી-13માં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો હિતેષ રવજીભાઇ બાંભવા તથા તેનો મિત્ર કનૈયાલાલ બટુકભાઇ ઝીંઝુવાડીયા સવારે ત્રિકોણ બાગ પાસે હતાં ત્યારે કોઇ છરીથી હુમલો કરી ભાગી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં હોસ્પિટલ ચોકીએ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધવા માટે આવ્યા હતાં આ હુમલા પાછળ યુવતીનું કારણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે