પ્રધાનમંત્રી સાથે આગ પીડિતોએ હાથ પણ ન મિલાવ્યા, કહ્યું- હવેથી મતો નહીં મળે

2020-01-03 2,493

દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં સપ્ટેમ્બર, 2019થી જે આગ લાગી હતી તેણે અત્યાર સુધીમાં 18 લોકોનો ભોગ લીધો છે અને આશરે 1,400 જેટલા ઘર બળીને ખાખ થઈ ગયા છે આગની આ ઘટનામાં વધુ અસરકારક કાર્યવાહી નહીં કરી શકવાને લીધે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની ખૂબ ટીકા થઈ રહી છે ઘટના સ્થળે તપાસ માટે પહોંચેલા મોરિસનને સ્થાનિક લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને નારાજ થયેલા પીડિત લોકોએ તેમની હાથ પણ મિલાવવાનો ઈન્કાર કર્યો હતો એક વ્યક્તિએ કહ્યું હતું કે તમને હવે અહીંથી એક પણ મત મળવાનો નથી, તમે મૂર્ખ છો અત્રે ઉલ્લેખનીય છે કે મોરિસન 13થી 16 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસ પર છે દેશમાં આ સ્થિતિને જોતા તેઓ ભારત પ્રવાસ મોકૂફ રાખી શકે છે

Videos similaires