સરકારી હોસ્પિટલમાં 34 દિવસમાં 105 બાળકોના મોત છતાં પ્રશાસને મંત્રીના સ્વાગતમાં પાથરી ગ્રીન કાર્પેટ

2020-01-03 3,294

જેકે લોન સરકારી હોસ્પિટલમાં સ્થિતિ સુધરવાનું નામ જ નથી લેતી શુક્રવારે સવારે અહીં વધુ એક નવજાત બાળકનું મોત થયું છે જે બાળકીનું મોત થયું છે તેનો 15 દિવસપહેલાં જ જન્મ થયો હતો માતા-પિતાએ હજી તેનું નામ પણ નહતું રાખ્યું હોસ્પિટલમાં છેલ્લા 33 દિવસમાં 105 બાળકોના મોત થયા છે 2019માં અહીં 963 બાળકોના મોતથયા હતા બાળકોના મોત પછી પણ હજુ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જયપુરથી માત્ર 4 કલાકના જ અંતરે કોટા આવ્યું છે તેમ છતાં સ્વાસ્થય મંત્રીરઘુ શર્માએ ગુરુવાર સુધી આ હોસ્પિટલની મુલાકાત લીધી નહતી આટલા સમય પછી હવે જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચવાના છે ત્યારે પ્રશાસને તેમના સ્વાગતમાં ગ્રીન કાર્પેટપાથરી દીધી છે આવી આગતાસ્વાગતા જોઈને અનેક દર્દીઓ અને તેમના પરિવારે પણ વિરોધ નોંધાવ્યો હતો

Videos similaires