સીટી બસની અડફેટે આવતા એક યુવકનું ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર, સ્થાનિકોમાં રોષ ફેલાયો

2020-01-02 4,757

સુરતઃશહેરમાં ફરી એક વાર બ્લુ સીટી બસનો કહેર જોવા મળ્યો છે કતારગામ દરવાજા વિસ્તાર નજીક એક યુવક બસની એડફેટે આવતા મોત નીપજ્યું છે યુવક તેની બાળકી અને પત્ની સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બસની અડફેટે આવતા યુવક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો છે અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે, બસનો ડ્રાઇવર આ ઘટના બાદ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો

Videos similaires