ગોમતીપુરમાં ડિમોલિશન, મ્યુનિ. કમિશનરે સ્થાનિકોને મકાન ખાલી કરવા 15 દિવસનો સમય આપ્યો

2020-01-02 760

અમદાવાદઃગોમતીપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેઠાણ અને કોમર્શિયલ મિલકતો તોડવા માટે અમલ કરવામાં આવી રહ્યો છે જે સ્થળે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાંના અસરગ્રસ્તોને હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી તેમજ હાલ પડી રહેલી કડકડતી ઠંડી અને પરીક્ષાઓ ચાલી રહી હોવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે રજૂઆત કરવા માટે સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહી વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરી હતી આ ઉપરાંત ડિમોલેશન મામલે કોંગ્રેસના ધારાસભ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વચ્ચે પણ બેઠક યોજાઈ હતી જેને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાનિકોને મકાન ખાલી કરવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે