લાંબુ જીવવા અંગેની ટિપ્સ આપતી વખતે 65 વર્ષીય ચેરમેનનું સ્ટેજ પર મોત

2020-01-02 76

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક કંપનીના ચેરમેનનું અચાનક એ વખતે મૃત્યુ થી ગયુ હતુ જ્યારે તેઓ લાંબુ જીવવા અંગેની ટિપ્સ આપી રહ્યા હતા



આ વીડિયો ચીનનો છે જેમાં જોન્ગઈ હેલ્થ એન્ડ ટેક્નોલોજી નામની દવા બનાવતી કંપનીના 65 વર્ષીય ચેરમેન ચેન પીવેન એક કાર્યક્રમમાં વધુ સારી રીતે જીવવા અંગેની ટિપ્સ આપી રહ્યા હતા કે અચાનક તેઓ મંચ પર જ ફસડાઈ પડ્યા હતા



ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ તેઓને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેઓ પોડિયમ પાસે ઢળી પડ્યા હતા અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયુ હતું જો કે કંપનીએ એમ પણ જણાવ્યું હતુ કે, ચેન પર 20 વર્ષ પહેલા જ એક હાર્ટની બાયપાસ સર્જરી કરાઈ હતી અને કાર્યક્રમ બાદ તેઓ હોસ્પિટલમાં ચેક અપ માટે જવાના હતા

Videos similaires