દીપડાના આતંકથી MLA રીબડીયાએ બંદુક ઉઠાવી હતી, પોલીસમાં તેમના વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ

2020-01-02 336

બગસરા:બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો ત્યારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા બગસરા હોસ્પિટલે બંદુક સાથે આવ્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો 7 ડિસેમ્બરના રોજ રીબડીયા બંદુક સાથે હોસ્પિટલ આવ્યા હતા તેમની પાસે રહેલું હથિયાર લાયસન્સવાળું છે કે લાયસન્સ વગરનું આ સવાલને લઇને લોકોમાં ભય ફેલાયો છે આથી બગસરા પોલીસે તેમના વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે

Videos similaires