પાકિસ્તાનથી લઘુમતીઓ અત્યાચારને લીધે ભારત આવે છે, કોંગ્રેસ તેની સામે રેલી કાઢે છે - PM

2020-01-02 2,592

વડાપ્રધાન મોદીએ ગુરુવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ હતી પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા વર્ષો બાદ અહીંયા આવવાની તક મળી છે, પણ શ્રી શ્રી શિવકુમાર સ્વાની ખોટ અનુભવાઈ રહી છે વડાપ્રધાને કહ્યું કે, થોડા સપ્તાહ પહેલા સંસદમાં CAA પાસ થયું હતું, કોંગ્રેસ અને તેમના સાથી સંસદ વિરુદ્ધ બોલી રહ્યા છે જેવી નફરત એ લોકો અમને કરે છે, તેવો જ સ્વર દેશની સંસદ વિરુદ્ધ જોવા મળી રહ્યો છે આ લોકો ભારતની સંસદ વિરુદ્ધ જ આંદોલન કરી રહ્યા છે, આવા લોકો પાકિસ્તાનથી આવેલા દલિત, પીડિત વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો જન્મ ધર્મના આધારે થયો હતો, દેશ ધર્મના આધારે વહેંચાયેલો હતો ભાગલા વખતથી જ પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકો સાથે અત્યાચાર શરૂ થઈ ગયો હતો, સમય સાથે પાકિસ્તાનમાં હિન્દુ-જૈન-શીખ-બૌદ્ધ પર ધર્મના આધારે અત્યાચાર વધતો ગયો છે હજારો લોકોને ત્યાંથી પોતાનું ઘર છોડીને ભારત આવવું પડી રહ્યું છે પાકિસ્તાને હિન્દુઓ પર અત્યાચાર કર્યો પણ કોંગ્રેસ પાકિસ્તાન વિરુદ્ધ નહીં બોલે

Videos similaires