તમિલ લેખક નેલ્લઈ કન્નનની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી

2020-01-02 2,000

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા તમિલ લેખક નેલ્લઈ કન્નનની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી લીધી છે તેમના પર આરોપ છે કે, 29 ડિસેમ્બરે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદર્શનમાં કન્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી ભાજપ પ્રવક્તા નારાયણન થિરુપાઠીએ કહ્યું છે કે, લેખકે લોકોને હિંસા અને ઉશકેરવા માટેના પ્રયત્નો કર્યા છે

બીજી બાજુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ વારાણસીમાં કહ્યું કે, તમે પ્રદર્શન કેમ કરી રહ્યા છો? કોના વિરુદ્ધ કરી રહ્યા છો? હિન્દુઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત નહીં આવે તો શું ઈટલી જશે? તેઓ ઈટલી નહીં જાય તે આપણી જવાબદારી છે કે આપણે તેમને શરણ અને નાગરિકતા આપીએ

Videos similaires