રાજસ્થાન સરકારે 3 થી 13 જાન્યુઆરીની વચ્ચે જાહેર કરેલી લેક્ચરર પરીક્ષાની તારીખો મુદ્દે અનેક વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે રાજસ્થાન યૂનિવર્સિટીના કેમ્પસમાં આવેલી પાણીની ટાંકી પર ચઢી જઈને બે યુવતીઓ પણ છેલ્લા ત્રણ દિવસથી ઉગ્ર વિરોધ કરી રહી છે આ બંનેની એક જ માગ છે કે યૂનિવર્સિટીની એક્ઝામ પણ 6 જાન્યુઆરીથી શરૂ થઈ રહી હોવાથી અનેક પરીક્ષાર્થીઓ આ ભરતીમાં હાજર નહીં રહી શકે જેના કારણે તેઓએ વ્યાખ્યાતા ભરતીની તારીખોને પાછળ ઠેલવા માટે સરકારને અપીલ કરી હતી જો કે તેમની માગ ના સ્વીકારાતાં આ યુવતીઓ છેલ્લા ત્રણ દિવસથી પાણીની ટાંકી પરથી નીચે ઉતરી નથી કડકડતી ઠંડીમાં પણ બંનેએ ઉગ્ર પ્રદર્શન યથાવત રાખ્યુંહતું પોલીસ, લોકો અને ફાયર બ્રિગેડ ટીમના અથાગ પ્રયત્નો બાદ પણ તે ટસની મસ નથી થઈ મંગળવારે બંનેમાંથી એક યુવતીએ શરીરે પેટ્રોલ છાંટીને સળગી જવાનો પ્રયત્ન પણ કર્યો હતો તો અન્ય યુવતીએ ઉપરથી કૂદી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે, આ મામલે આજે ત્રીજા દિવસે પણ ગેહલોત સરકારે કોઈ જ પ્રકારની જાહેરાત કરી નહોતી